Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

રાજપીપળા એક્ષીસ બેંક સહિત સ્ટેશન રોડ વિસ્તારમાં આડેધડ પાર્કીંગથી ટ્રાફિક જામની ગંભીર સમસ્યા

પાર્કીંગની જોગવાઈ વગર જ કોમર્શીયલ બિલ્ડીંગો બાંધી ભાડું ખાતા મિલક્ત માલિકો પાસે નગરપાલિકા પાર્કીંગ ચાર્જ વસુલે તો પાલીકાની આર્થિક સ્થિતિ સુધરી શકે છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલી એક્ષીસ બેંક સહીતની અન્ય બેંકોના ગ્રાહકો જાહેર માર્ગ ઉપર પાર્કીંગ કરાતાં ટ્રાફીક જામની સમસ્યાથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. એસ.ટી બસ અને અન્ય ભારદારી વાહનો તેમજ ફોર વ્હીલ અને ટુ વ્હીલર ચાલકોને એક્ષીસ બેંકના રોડ ઉપરના જાહેર પાર્કીંગને કારણે ભારે તકલીફ માંથી પસાર થવું પડે છે.

  ત્યારે જાહેર માર્ગોને અડીને આવેલી કોમર્શીયલ બિલ્ડીંગો બહારના પાર્કિંગના પાપે જાહેર અવરજવર કરતા લોકોને અડચણ વેઠવી પડી રહી છે. સામાન્ય માણસોને માસ્ક અને હેલમેટ વગર દંડ ફટકારતી રાજપીપળા પોલીસ કે પાલીકા આ બાબતે જે તે બેંકોને નોટીસ ફટકારી કડક કાર્યવાહી કરે તે જાહેર હિતમા જરુરી છે.

(10:53 pm IST)