Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

નાંદોદના વિશાલખાડી ગામના પાટીયા પાસે ટ્રકે મો.સા.સાથે અકસ્માત કરતા 2 ને ગંભીર ઇજા: ટ્રક ચાલાક ફરાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાનાં નાંદોદ તાલુકાના વિશાલખાડી પાસે વિશાલ ભરતભાઈ વસાવા (રહે. નવાડા, જી.વડોદરા) પોતાની પલ્સર મો.સા. મોટર સાયકલ નંબર GJ 22-K- 6836 લઈ રાકેશભાઈ રમણભાઈ તડવીની સાથે દેવમોગરા જતા હતા તે વખતે વિશાલખાડી ગામના પાટીયા પાસેના વળાંકમાં ટ્રક નંબર MH-18-BG-9253 ના ચાલાકે ટૂક પુર ઝડપે સામેથી હંકારી લાવી મોટર સાયકલ સાથે અકસ્માત કરી વિશાલભાઈને ગંભીર ઈજા કરી તેમજ પાછળ બેસેલ રાકેશભાઈને પણ ઇજા પોંચાડી ટ્રક લઈ નાશી જઈ ગુનો કરતા રાજપીપળા પોલીસે ટ્રક ચાલાક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:57 pm IST)