Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

રાજપીપળા કરજણ નદીનો ઐતિહાસિક ઓવારો ભૂતકાળ બને તે પહેલાં તંત્ર આળસ ખંખેરશે..?

નર્મદાના ઈકો ટુરીઝમ ડેવલોપમેન્ટ પ્લાનમા રાજપીપળાના નદી કીનારે આવેલો અને હરવા ફરવા માટે સ્થાનિકોમા લોકપ્રિય એવા આ ઐતિહાસિક ઓવરાની દયનિય હાલત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રજવાડી નગરી રાજપીપળામાં રાજવી શાશનના સમયે લોકોના ઉપયોગ માટે બાંધવામાં આવેલી ઈમારતો, સ્થાપત્યો સરકારી ઉપેક્ષાનો ભોગ બની રહ્યા છે.

  રાજપીપળા શહેરની ફરતે વીંટળાઈને વહેતી કરજણ નદીના દક્ષિણ કીનારે આવેલો લોકભાષા ઓવારો કહેવાતો આ સ્થળની ભૌગોલિક રચનાને કારણે સ્થાનિક લોકો, પ્રવાસીઓ અને મુલાકાતીઓ અને ફીલ્મોનુ શુટિંગ કરતા લોકોમા ખુબજ લોકપ્રિય છે. કદાચ હજારથી વધુ ફીલ્મના દ્રશ્યોનુ શુટિંગ અહીયાં થયું હશે એમ કહીએ તો નવાઈ નહીં. 100 થી વધુ પગથિયાં ધરાવતો આ ઓવારો એના મજબુત બાંધકામને કારણે લગભગ 100 વર્ષ જેટલાં સમયથી કરજણ નદીના ધસમસતાં પાણીના પ્રવાહને વેઠવા છતાં અડીખમ રહ્યો છે. કરજણ નદીના કુદરતી પ્રવાહને બદલવાની કુચેસ્ટાના કારણે ઓવારાના પુર્વ ભાગ ઉપર ચોમાસાના પુરના પાણીનો માર પડવાથી છેલ્લા 10 વર્ષમા કીનારાના ધોવાણ સહીત ઓવારાના ડાબી તરફનો ભાગ તુટીને ધરાશાયી થઈ જતાં મોટાં નુકશાનની શરુઆત થઈ ચુકી છે, પરંતું સ્થાનિક તંત્ર પાસે એની સમિક્ષા કરવાની નવરાશ જરા પણ નથી એમ જણાય છે.
  આ ઓવારા ઉપર ફરવા અને સાંજે બેસવા આવતા લોકોની વાત કરીએ તો દરેક વય જુથના લોકોની સંખ્યા સમાન હોય છે, નાંના બાળકો, યુવાનો, મહીલાઓ, પુરુષો અને સિનિયર સિટીઝનો સહીત તમામ લોકોનુ પ્રિય અને નવરાશના સમયે હળવાશ માણવાનું આ સ્થળ છે, પણ તંત્રને એનાથી કોઈ નિસ્બત ના હોય તે સમજી શકાય તેમ છે.

તંત્ર ની ઉદાસિનતાની શાથે શાથે એક વાત એ પણ જોડી લઈએ રાજપીપળાના નગરજનો માથી કોઈ પણ જાગૃકતા બતાવી આ મુદ્દે કલેકટર કે સ્થાનિક સ્વરાજ્યનીની સંસ્થા ઓને સવાલ પુછવા ની કે જવાબ માંગવાની તસ્દી નથી લેતાં જેના કારણે તંત્રને આવા કામો કરવામા રસ નથી, કારણ કે પ્રજા પોતેજ નિષ્ક્રીય જણાય છે.ત્યારે હવે પ્રજા એ જાગૃત થઈ આ માટે જરૂરી રજુઆત કરવી પડશે નહિ તો આવનારી આપણી પેઢી માટે કદાચ આ ઓવરો ભૂતકાળ બની જશે.

(10:45 pm IST)