Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

પીએમ મોદીની મુલાકાતની શક્યતાઓ વચ્ચે રાજપીપળા એરોડ્રામ વિસ્તારમા ત્રણ હેલીપેડ બનાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ

પ્લેન લેન્ડિંગ માટેની એર સ્ટ્રીપનુ ખાતમુહુર્ત કરશે તેવી શક્યતાઓ વચ્ચે તંત્રની દોડધામ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાષ્ટ્રીય એકતા પરેડમા ભાગ લેવા કેવડીયા આવી રહેલાં વડાપ્રધાન રાજપીપળાની મુલાકાત લઈ પ્રસ્તાવિત એર સ્ટ્રીપ (હવાઈ પટ્ટી જેના ઉપર પ્લેન લેન્ડિંગ કરી શકે તે રનવે) નુ ખાતમુહુર્ત કરી શકે તેવી શક્યતાઓ વચ્ચે આજે રાજપીપળાના એરોડ્રામ વિસ્તારમા માર્ગ અને મકાન વિભાગ દ્વારા 300 ચોરસ મીટર જેટલી જમીનમાંથી ઝાડી ઝાંખરાઓને ચાર જે.સી.બી મશીનો કામે લગાડી સાફ સફાઈ આદરવામા આવી હતી.
  માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રસ્તાવિત એર સ્ટ્રીપની જમીન ઉપર આવેલા વૃક્ષોને કાપી નાંખવામાં માટે ઓન લાઈન ટેન્ડરો પણ બહાર પાડી રસ ધરાવતી એજન્સી ઓ પાસે તાત્કાલીક ભાવપત્રકો મંગાવાયા છે, જે વડાપ્રધાનની રાજપીપળા આવવાની શક્યતાઓને વેગ આપે છે
   સંલગ્ન અધિકારીઓને આ બાબતે વારંવાર પુછતાં તેઓ વડાપ્રધાનના રાજપીપળાના કાર્યક્રમ બાબતે હજી સુધી કોઈ નક્કર માહિતી હોવાનુ ઈન્કાર કરી રહ્યાં છે.પરંતુ પ્રોટોકોલ મુજબ વડાપ્રધાનની મુલાકાત હોય તે જગ્યાએ ત્રણ હેલીપેડ બનાવવામા આવતાં હોય છે. જે રાજપીપળાના એરોડ્રામ નર્સરી વિસ્તારમા બનાવવામા આવી રહ્યાં છે

(10:22 pm IST)