Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

દેડીયાપાડાની દેના બેંકમાં મેનેજર અને ગ્રાહકો વચ્ચે તું ...તું .. મેં.. મેં..ના દ્રશ્યો..પોલીસ દોડી આવી

બેંકમાં કોરોના કહેર વચ્ચે રોજની લાંબી કતારોના કારણે સોશ્યલ ડિસ્ટન્સનાં ઉડ્યા ધજાગરા: ભૂખ્યા તરસ્યા લાઈનમાં ઉભેલા ગ્રાહકોની તકલીફ બાબતે બેંક સત્તાધીશો દ્વારા કોઈજ યોગ્ય વ્યવસ્થા કરાતી નથી તો એટીએમ પણ બંધ હાલતમાં

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ કોરોના મહામારી વચ્ચે બેન્કો ખાતર ડેપો જેવી જગ્યાઓ ઉપર ગ્રાહકોની લાંબી કતારો હોય જે તે વિભાગ તેના યોગ્ય આયોજન બાબતે નિષ્ફળ જતું હોવાથી વારંવાર માથાકૂટ થતી જોવા મળે છે સાથે સાથે સોસીયલ ડિસ્ટન્સ પણ જળવાતું નથી છતાં તંત્ર આ બાબતે કોઈ જ ગંભીરતા નથી લેતું.આજે દેડીયાપાડાની દેના બેંકમાં ઘણા દિવસોથી પડતી લાંબી લાઈનોમાં રોજ ગ્રાહકોની અંદરોઅંદર માથાકૂટ કરતા હોય આજે બેંક અને ગ્રાહકો વચ્ચે બોલાચાલી થતા તું.. તું.. મેં.. મેં...ના દ્રશ્યો સર્જાયા બાદ પોલીસ દોડી આવી હતી ત્યારબાદ મામલો શાંત પડ્યો હતો.રોજની આવી રામાયણ વચ્ચે બેંક અધિકારીઓ યોગ્ય વ્યવસ્થા ગોઠવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે

(10:18 pm IST)