Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

મોડાસા બાયપાસ રોડ ઉપર આવેલ પોલીસ લાઈનમાં બંધ ક્વાટર્સમાંથી ૧.૮૯ લાખની ચોરી

અન્ય પોલીસકર્મીના મકાનનો નકુચો તોડી તિજોરી તોડવાનો પ્રયત્ન કર્યો

મોડાસા  ટાઉન પોલીસ સ્ટેશનમાં જીઆરડી હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને મોડાસા સહયોગ ચોકડી નજીક આવેલ પોલીસલાઈન ક્વાટર્સમાં રહેતા વદનસિંહ મગનજી ઝાલા તેમના પરિવાર સાથે રહે છે તેમનો પરિવાર વતનમાં સામાજિક કામકાજ અર્થે ગયેલ હોવાથી પોલીસકર્મી વદનસિંહ સોમવારે તાજેતરમાં જીઆરડી ભરતી પ્રક્રિયામાં પસંદગી પામેલ યુવકોના ડ્રેસના રૂપિયા ૧૪૭૬૦૦ -અને અને અંગત બચત રૂ.૪૨૦૦૦- ઘરમાં રહેલ સરકારી પેટી અને કબાટમાં મૂકી રાત્રે નોકરી પુરી કરી ક્વાટર્સને લોક મારી વતનમાં ગયા હતા બંધ ક્વાટર્સમાં રાત્રીના સુમારે તસ્કરો ત્રાટકી ક્વાટર્સનું તાળું તોડી ઘરમાં પ્રવેશી ઘરમાં રહેલી સરકારી પેટીનું તાળું તોડી પેટીમાં રહેલા ૧૮૯૬૦૦ રોકડા રૂપિયાની ચોરી કરી તસ્કરોએ બાજુમાં રહેલ અન્ય પોલીસકર્મીના મકાનનો નકુચો તોડી તિજોરી તોડવાનો પ્રયત્ન કર્યો હતો પણ તિજોરીનું લોક ન તૂટતાં વધુ ચોરી અટકી ગઈ હતી પોલીસલાઈનમાં ચોરીની ઘટના બનતા પોલીસકર્મીઓ પણ ચોકી ઉઠ્યા હતા આખરે પોલીસકર્મી વદનસિંહ ઝાલાએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમો સામે ચોરીનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

(8:48 pm IST)