Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

માલપુર તાલુકા કેળવણી મંડળની માલિકીની ઓળખાતી જગ્યામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી મિલકતોનું બાંધકામ તોડી અટકાવવા જનાર શખ્સને જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો દાખલ

માલપુર: તાલુકા કેળવણી મંડળની માલીકીની અને દાંતીવાડા ખાડા તરીકે ઓળખાતી જગ્યામાં કેટલાક ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી,સંસ્થાની મીલકતોનું બાંધકામ તોડી આ અટકાવવા જનાર ને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી અપાતાં જ પંથકમાં ચકચાર મચી હતી.

માલપુર તાલુકા કેળવણી મંડળ દ્વારા વર્ષ ૧૯૫૫ ની ૨૫મી ઓકટોમ્બરના રોજ માલપુરના મહારાઓલજી ભૂતપૂર્વ રાજવી (માલપુર સ્ટેટ) ગંભીરસિંહ હિંમતસિંહ પાસેથી સર્વે નં.૬૭૭,૬૭૮ ની જમીન રૂ.૨૫૦૦ ની અવેજ બાદ વેચાણ રાખવામાં આવી હતી.આ સંસ્થા દ્વારા પ્રાથમિક,માધ્યમિક અને હાયર સેકેન્ડરી સહિત આઈટીઆઈ અને છાત્રાલય ઉભા કરાયા છે.જેમાં મોટીસંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે.જયારે આ વિદ્યાર્થી અને સંસ્થાઓના સ્ટાફ પરીવાર માટે અલગ અલગ બાથરૂમ,ટોયલેટ સંકુલમાં બાંધવામાં આવેલ છે. વર્ષ ૧૯૫૫ થી માલીકી  અને કબ્જો ધરાવાતા સંસ્થાની જમીન કે જે દાંતીવાડા ખાડા તરીકે ઓળખાય છે.તે સ્થળે ગત શનીવારના રોજ પંથકના કેટલાક શખ્શો ઘૂસી આવ્યા હોવાનું અને ગેરકાયદેસર બાંધકામ હાથ ધરી રહયા હોવાની સંસ્થાના પ્રિન્સીપાલે મંડળના અગ્રણીને ફોન દ્વારા જાણ કરી હતી.આમ ગેરકાયદેસર પ્રવેશ અને દબાણ બાંધકામની જાણ થતાં  સંસ્થાના અગ્રણી નવનીતલાલ મહેતા, કુમારપાળભાઈ  પંડયા,ચંદ્રકાન્ત પંડયા સહિતના અગ્રણીઓ દાંતીવાડા ખાડાવાળી જગાએ ગયા હતા.તે સ્થળે પીપરાણાના બહાદુરસિંહ રાઠોડ સહિતના છ ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે મંડળી રચી,ગેરકાયદે પ્રવેશ કરી સંસ્થાના શૌચાલય જેસીબી,ટ્રેકટરો વડે તોડી બાંધકામ કરતા માલુમ પડયા હતા.

(5:58 pm IST)