Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

વિજયનગર તાલુકાના ચિઠોડા બજારમાં પોઇન્ટ પર રીક્ષા ઉભી રાખવા મુદ્દે ચાલકો વચ્ચે અથડામણ

 વિજયનગર:તાલુકાના ચામઠણ ગામના રીક્ષા ચાલક હસમુખભાઇ રમેશભાઇ  ડામોરે ચિઠોડા પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ ફરીયાદીએ ચિઠોડા બજારમાં પોતાની રીક્ષા પોઈન્ટ ઉ૫૨ મૂકીને પોતે રીક્ષામાં બેઠેલો હતો અને તે સમયે લગભગ સાડા અગિયારેક વાગ્યાના સુમારે લીમડા ગામના જીતેન્દ્રભાઇ લક્ષ્મણભાઇ પાંડોર તથા નયનભાઈ સર્જનભાઈ પાંડોર ત્યાં આ રીક્ષા પાસે આવ્યા હતા અને કહેતા હતા કે   અહીયાં કેમ રીક્ષા ઉભી રાખેલ છે તેમ કહી આરોપી  જીતેન્દ્ર ભાઇ લક્ષમણ ભાઇ પાંડોરે  મોટર સાયકલની ચેન ફરિયાદી હસમુખ ડામોરના  કપાળમાં મારી હતી અને નયનભાઇ સર્જનભાઈ પાંડોર ગાળો બોલતા તેમને ગાળો બોલવાની ના પાડતાં તે વધારે ઉશ્કેરાઇ જઈ  ગડદા પાટુનો માર મારતા ફરીયાદીએ બુમાબુમ કરતાં તેના  કાકાનો દીકરો નરેશભાઇ ચંદુભાઇ ડામોર તથા ગામના પાંડોર જગદીશભાઇ વીરજી તથા મારા પિતા રમેશભાઇ સુકાજી ડામોર વગેરે માણસો દોડી આવ્યા હતા અને ફરિયાદીને છોડાવીને બચાવી લીધા હતા  ત્યા૨બાદ  તેઓ  આ બન્ને જણાઓ કહેતા હતા કે આજે તો તુ બચી ગયો છે પરંતુ બીજીવાર તો તને પતાવી જ નાખીશું- તેવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ અંગે નોંધાયેલ ફરિયાદ અન્વયે પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:58 pm IST)