Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

વડોદરાના ગોરવા સમતા વિસ્તારમાં નશામાં ધૂત કાકાના ત્રાસથી કંટાળી ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દેતા પોલીસ તપાસ શરૂ.

વડોદરા: શહેરના ગોરવાના સમતા વિસ્તારના નારાયણ નગરમાં કાકા અમરેન્દ્રની ઘાતકી હત્યા કરનાર ભત્રીજા દિપેન્દ્રની પોલીસે પૂછપરછ કરતાં તેણે દારૃડિયા કાકાના ત્રાસથી કંટાળી ગયો હોવાનું કહ્યું હતું.

ગઇકાલે રાતે   કાકાની હત્યા કર્યા બાદ દિપેન્દ્ર એક સબંધીને ત્યાં લગ્ન આવતું હોવાથી જમવા માટે ગયો હતો.પરંતુ ત્યાં તે જમી શક્યો નહતો અને થોડી જ વારમાં ઘેર આવી ગયો હતો.આ વખતે કાકાની લાશ ઊંધી પડેલી હાલતમાં હતી અને ગળામાં ઘા વાગવાથી લોહીનું ખાબોચિયું  ભરાયું હતું.જેથી તે દાદર પર બેસી મોટેથી રડી પડયો હતો. બે દિવસ પહેલાં પણ કાકા-ભત્રીજા વચ્ચે તકરાર થતાં નશામાં છાકટા બનેલા કાકાને પાઠ ભણાવવા માટે ભત્રીજાએ પોલીસને જાણ કરી હતી.પોલીસે કાકા સામે દારૃનો કેસ કર્યો હતો.જામીન પર છુટયા બાદ કાકાએ ફરી દિપેન્દ્રને ગાળો ભાંડી ધમકી આપી હતી.કાકાના વતનમાં પણ દારૃના કેસ ચાલતા હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.

(5:56 pm IST)