Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

વડોદરાના નવાપુરા વિસ્તારમાં ડોરબેલ વગાડવા જેવી નજીવી બાબતે બે પાડોશી બાખડ્યા: સામસામે હુમલામાં એક શખ્સ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા:શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં ઘરનો ડોરબેલ વગાડવા બાબતે બે પાડોશીઓ બાખડતાં એક વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. નવાપુરા પોલીસે બનાવ અંગે ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા શહેરના એસઆરપી ગ્રુપની બાજુમાં આવેલ સાઈબાબા એપાર્ટમેન્ટમાં રહેતા હિતેશભાઈ ગગડા ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા છે ગઇકાલે રાત્રીના સમયે તેઓ પોતાના ઘરે હાજર હતા તે વખતે મકાનનો ડોરબેલનો અવાજ સાંભળી તેઓએ દરવાજો ખોલ્યો હતો. દરમિયાન જાણવા મળ્યું હતું કે તેમના ઉપરના માળે રહેતા નંદેશ ઝાંઝેનો ભાઈ આકાશ ઝાંઝે ( રહે - સાંઈબાબા એપાર્ટમેન્ટ, ફસ્ટ ગ્રુપની બાજુમાં ,વડોદરા) નશો કરેલી હાલતમાં જણાઈ આવતા હિતેશભાઈ નંદેશને રજુઆત કરવા પહોંચ્યા હતા. દરમિયાન સંદેશ ભાઈએ જણાવ્યું હતું કે "બેલ વગાડે છે તો શું થઈ ગયું તારાથી થાય તે કરી લે " તેમ જણાવી હાથાપાઈ કરી હતી.

(5:55 pm IST)