Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

વડોદરાના કરજણ હાઇવે પર હોટલમાં રોકાયેલ બસમાંથી મુંબઈના મુસાફરનો થેલો ચોરી ગઠિયો રફુચક્કર

વડોદરા: કરજણ હાઇવે ઉપર હોટલ ઉપર ચ્હા-નાસ્તા માટે રોકાયેલી લકઝરી બસમાંથી મુંબઇના મુસાફરનો રોકડ તથા સોનાના ઘરેણાં મુકેલો થેલો કોઇ ગઠીયો લઇ રફૂચક્કર થઇ ગયોહતો. રૂપિયા 4.25 લાખનો મુદ્દામાલ ગુમાવનાર આ મુસાફર પત્ની સાથે મુંબઇથી વતનમાં જતો હતો. 

આ બનાવ અંગે કરજણ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે મુંબઇમાં ફ્લેટ નંબર-902, સધવી ગેલેક્સી 9 મો માળ, દશમી ખેતવાડી, લેમીગટન રોડ ખાતે રહેતા કાંતિલાલ ધીરારામ પુરોહિત મૂળ ઝાલોર જિલ્લાના ચીત્તલવાણા ગામના ખીરોડી ગામના વતની છે. તેઓ મુંબઇમાં રમકડાંનો વેપાર કરે છે. તા.19 ઓક્ટોબરના રોજ ખેતેશ્વર ટ્રાવેલ્સની લકઝરી બસમાં પત્ની સાથે વતન જવા માટે નીકળ્યા હતા. દરમિયાન મુંબઇના મુસાફર કાંતિલાલ પુરોહિતે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ગઠીયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, હાઇવે ઉપરની હોટલોમાં અવાર-નવાર મુસાફરોના સામાનની ચોરીના બનાવો બને છે. બે દિવસ પૂર્વે વધુ એક મુસાફરનો સામાન ચોરાયો હતો. મુંબઇના વેપારીનો સામાન ચોરનાર સ્થાનિક હોવાનું પોલીસનું માનવું છે.

(5:55 pm IST)