Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

અમદાવાદના થલતેજમાં નકલી નોટના કેસમાં પકડાયેલ બે આરોપી યુવાનના જામીન અદાલતે મંજૂર કર્યા

અમદાવાદ: થલતેજના ભાઇકાકાનગરમાંથી પકડાયેલા નકલી નોટ કેસમાં બે આરોપી યુવકોની જામીન અરજી સિટી સેશન્સ કોર્ટે મંજૂર કરી છે. આરોપી યુવાનો તરફથી રજૂઆત કરાઇ હતી કે તેમણ એ-ફોર પ્રિન્ટર પર ચલણી નોટોની કલર ફોટોકોપી કાઢી હતી, જેને કાઉન્ટરફિટીંગ ઓફ કરન્સી તરીકે વ્યાખ્યાયિત કરી શકાય નહીં. અરજદારોની રજૂઆત ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીના જામીન મંજર કર્યા છે.

આ કેસની વિગત એવી છે કે ૨૮-૭-૨૦૨૦ના રોજ ડી.સી.બી. પોલીસ સ્ટેશને થલતેજના ભાઇકાકાનગરના એક ઘરમાંથી નકલી ચણણી નોટની શંકામાં બે આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ઉદય રમેશભાઇપ્રજાપતિ (૨૩ વર્ષ) અને મીત મહેશભાઇ પ્રજાપતિ(૨૨ વર્ષ) નામ ના બે યુવાનોની ધરપકડ કરી હતી. તેમના ઘરમાંથી એ-૪ સાઇઝનું પ્રિન્ટર, ફૂટપટ્ટી, કટર તેમજ રૃપિયા ૫૦૦ અને  ૨૦૦ના દરની બનાવટી ચલણી નોટ મળી આવી હતી. જેની કુલ કિંમત ૨,૦૯,૬૦૦ થતી હતી. કેસની ચાર્જશીટ થતાં આરોીપઓએ જામીન અરજી દ્વારા રજૂઆત કરી હતી કે નકલી ચલણી નોટને અલવી ગણાવી ચલણમાં લાવાવના ગુનાને કાઉન્ટરફિટીંગ ઓફ કરન્સી કહેવાય છે. આરોપીએ માત્ર પ્રિન્ટરમાં ચલણી નોટોની ફોટોકોપી કાઢી હતી, જેનો સમાવેશ નકલી ચલણી નોટના ગુનામાં થઇ શકે નહીં. આ ઉપરાંત બન્ને અરજદારો સારી કંપનીમાં નોકરી કરે છે. આ રજૂઆતને ધ્યાને લઇ કોર્ટે બન્ને આરોપીઓની જામીન અરજી મંજૂર કરી છે.

(5:54 pm IST)