Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

આણંદમાં કાળા નાણાંનું રોકાણ કરવું શખ્સને ભારે પડ્યું: વચલો ભાગીદાર નાણા લઇ રફુચક્કર થઇ જતા પોલીસ ફરિયાદ

આણંદ: શહેરમાં એજયુકેશન ધરાવતા હતા અને ઇસનપુરમાં રહેતા વૃધ્ધ રૃપિયા ત્રણ કરોડના પાંચ કરોડ લેવા જતાં ફસાયા હતા, જેમાં આંગડિયા પેઢીનો વચેટીયો ત્રણ કરોડ લઇને ફરાર થઇ ગયો હતો, જેથી અન્ય ભાગીદારોએ ત્રણ કરોડ વસૂલવા માટે તેમનું અપહરણ કર્યું હતું અને આણંદ ખાતે ગાંેધી રાખીને છૂટકારો કરવા માટે  વૃધ્ધના ભાગમાં આવતા રૃા. ૫૦ લાખની માંગણી કરીને ધમકી આપી હતી. ઇસનપુર પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વૃધ્ધને મુક્ત કરાવ્યા હતા.

ઇસપુર પોલીસ સ્ટેશનના પોલીસ  ઇન્સ્પેકટર, જે.એમ.સોલંકીના જણાવ્યા મુજબ ઇસનપુર ઘાડાસર ખાતે યોગેશ્વર ટેનામેન્ટમાં રહેતા દિપભાઇ મનસુખભાઇ પટલે ફરિયાદ નોંધાવી હતી કે તેમના પિતા બાવળાખાતે મિત્તલ  એજ્યુકેશન ટ્રસ્ટ નામથી મહિલાઓને સિલાઇ કામ શીખવવાની કામગીરી કરતા હતા.ગઇકાલે તઓ મોડી રાત સુધી ઘરે આવ્યા ન હતા તપાસ કરતાં ફોન ઉપર તેમણે કહયું હતું કે તેમનું અપહરણ કરીને આણંદ ખાતે ગોધી રાખવામાં આવ્યા છે. ફરિયાદીના પિતાના કહેવા મુજબ  આંગડિયા પેઢીનો વચેટીયો રૃા. ૩ કરોડ લઇને ફરાર થઇ ગયો હતો.

(5:54 pm IST)