Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાનું સાલ ઓઢાડી સન્માન કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :  અમદાવાદ જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા મહામંત્રી મહેશભાઈ પરમાર દ્વારા વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાનું સાલ ઓઢાડી સન્માન કર્યું સાથે જ વિરમગામ શહેર ભાજપ દ્વારા ફુલહાર તેમજ પુષ્પગુંજથી શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતો. જેમાં વિરમગામ શહેર ભાજપ મહામંત્રી હિતેશભાઈ મુનસરા, નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંડ્યા, નગરપાલિકા  કાઉન્સેલર દિલીપસિંહ ધાંધલ, મંત્રી વિજયભાઈ પરમાર તેમજ ડૉ. મહેન્દ્ર જાદવ તેમજ મહેન્દ્ર સોલંકીએ  હાજરી આપી હતી.

(5:24 pm IST)