Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

સુરતમાં વેસુ વિસ્‍તારમાં સીટી બસમાં આગ લાગીઃ ડ્રાઇવર-કંડકટરની સમયસુચકતાથી મુસાફરોનો બચાવ

સુરતઃ સુરતના વેસુ વિસ્તારની ભગવાન મહાવીર કોલેજની નજીક સિટી બસમાં આગ લાગી હતી. સિટી બસમાં આગ લાગતા તે ભડબડ સળગવા લાગી હતી, પરંતુ તે પૂર્વે ડ્રાઇવર અને કંડક્ટરની સૂઝબૂઝથી પ્રવાસીઓનો જીવ બચ્યો હતો. ફાયર બિગ્રેડે તાત્કાલિક પહોંચી આગ બૂઝાવી હતી. આ આગનું પ્રારંભિક કારણ હજી સુધી જાણવામાં આવ્યું નથી. પણ શોર્ટસર્કિટના લીધે બસમાં આગ લાગી હોવાનું પ્રારંભિક તારણ છે.

(5:21 pm IST)