Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે : હવામાન વિભાગ

દ્વારકા, ભાવનગર, મોરબીમાં વરસાદની સંભાવના : સુરત, વલસાડ, ભરૂચમાં સામાન્ય ઝાપટા જોવા મળશે

અમદાવાદ : ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં ૨૦૨૦નું વર્ષ ખરેખર હેરાનગતિ વાળું રહ્યું છે. કોરોનાથી લઇને વરસાદી કહેરને પગલે માનવી પરેશાન થઇ ગયો છે. ગુજરાતમાં પણ મેઘરાજાએ મહેરની જગ્યાએ કહેર જોવા મળી છે. આ વર્ષે રાજયમાં કુલ ૧૪૦ ટકા જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે રાજયના કેટલાક વિસ્તારોમા ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોને ભારે નુકસાન થયેલું જોવા મળ્યું.ઉલ્લેખનીય છે કે, રાજયના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હજુ રહેશે વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી બે દિવસ વરસાદ પડવાની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે.

 નોંધનીય છે કે, રાજયમાં આગામી ૨ દિવસ સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં દ્વારકા, ભાવનગર, મોરબીમાં વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. સુરત, વલસાડ, ભરુચમાં સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળશે.

(3:58 pm IST)