Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

અમદાવાદના કાંકરિયામાં અકસ્માત સર્જનારી કંપનીને જ ફરી અપાયો રાઇડનો કોન્ટ્રાકટ :ગયા વર્ષે રાઈડ તૂટવાથી ૨ ના મોત થયેલ

અમદાવાદ,તા. ૨૧: દુર્ઘટનાઓમાંથી પણ અમદાવાદ મહાનગરપાલિકા બોધપાઠ નથી લઇ રહી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. કારણ કે, કાંકરિયા તળાવમાં રાઇડમાં અકસ્માતને કારણે ૨ લોકો મોતના મોઢામાં ધકેલાયા હતા તે જીવ લેનાર હલકી ગુણવત્ત્।ાની એસેમ્બલ રાઇડ લગાવનારી સુપર સ્ટાર એમ્યુઝમેન્ટને પીપીપી ધોરણે શહેરના વસ્ત્રાપુર તળાવમાં પણ ૪ મોટી અને ૧૨ નાની રાઇડની મંજૂરી માટેનું કામ સ્ટેન્ડિંગમાં રજૂ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વસ્ત્રાપુર લેક ગાર્ડનમાં સુપર સ્ટાર એમ્યુઝમેન્ટને જ ૨૦૧૨થી જ કોન્ટ્રાકટ પર આપવામાં આવ્યો છે. આ કંપનીનો કોન્ટ્રાકટ કાંકકિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં પણ હતો. જો કે, ૧૪મી જુલાઇ ૨૦૧૯ના રોજ એસેમ્બલ કરાયેલી ડિસ્કવરી રાઇડ કાંકરિયા ખાતે તૂટી પડતાં ૨ વ્યકિતના મોત થયા હતા જયારે ૨૯ વ્યકિતને ઇજા થઇ હતી.

વસ્ત્રાપુરમાં સ્વિંગ ચેર, કેટર પીલર, ઓકટોપસ અને બમ્પર કાર જેવી મોટી રાઇડ પણ મુકવા માટે રજૂઆત કરવામાં આવી છે જયારે નાના બાળકો માટેની ૧૨ રાઇડમાં સ્મોલ ડ્રોપ ટાવર, મીની એન્જિન, મીની વોટર સહિતની ગેમનો સમાવેશ થાય છે.

(3:57 pm IST)