Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

હોટલમાં ચેકઆઉટ સમયે કાર્ડ સ્વાઇપ કરતા ચેતજો : આ રીતે પણ થાય છે ઠગાઇ

અમદાવાદઃ ડિજિટલ પેમેન્ટના યુગમાં મોટાભાગે લોકો કાર્ડ સ્વાઈપ કરીને પેમેન્ટ કરતા હોય છે. આ રીતે પેમેન્ટ કરતા સમયે લોકોએ તકેદારી રાખવી જરૂરી છે અને તેમા પણ ખાસ હોટલમાં કોઈ પણ કર્મચારી પર ભરોસો રાખ્યા વગર ધ્યાન રાખવું જોઇએ. ગુજરાત કોલેજ પાસે આવેલી એક હોટલના ફ્રન્ટ ડેસ્ક મેનેજરે ગ્રાહકો સાથે ઠગાઈ કરી છે. આ શખશે પોતાનું જ પેમેન્ટ ટર્મિનલ મશીન (કાર્ડ સ્વાઈપ મશીન) વસાવી ગ્રાહકોના કાર્ડ ચેક આઉટ દરમિયાન પોતાના મશીનમાં કલોન કરી લીધા અને નાણાં ટ્રાન્સફર કરી લીધા હતા. આ અંગે સાયબર ક્રાઇમે અરજીના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ગુજરાત કોલેજ પાસે આવેલી હોટલ ફોર પોઇન્ટ્સ બાય સેરાટોનમાં રહેતા વિનાયક માત્રે વર્ષ ૨૦૧૮દ્મક મેનેજર તરીકે નોકરી કરે છે. તેમની જવાબદારી આ હોટલ યુનિટમાં વ્યાવસાયિક પ્રવૃત્ત્િ।નું વહીવટ અને નિરીક્ષણ કરવાનું છે. તેમની હોટલના ફાયનાન્સ ડિપાર્ટમેન્ટના તન્મય મોહંતીને એક પ્રાઇવેટ બેન્કમાંથી ફોન આવ્યો હતો. જેઓએ જણાવ્યું કે, તેમની હોટલમાં રોકાયેલ શેખ અમરુદ્દીન અને નિમિશ નાહરના એટીએમ કાર્ડ કલોન થયા છે અને શંકાસ્પદ વ્યવહારો જણાયા છે.

આ બને મહેમાનો હોટલમાં રોકાયા અને બાદમાં ચેકઆઉટ કર્યું ત્યારે સિસ્ટમ પ્રમાણે હોટલના ફ્રન્ટ ડેસ્ક પર આવીને સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ ફ્રન્ટ ડેસ્ક મેનેજરની હાજરીમાં બિલ ચુકવણી કરતા હતા. આ શંકાસ્પદ વ્યવહારોની તપાસ બાબતે સીસીટીવી જોયા તો ત્યાં ફ્રન્ટ ડેસ્ક પર કામ કરતા દિગ્વિજયસિંહ સિંગ ડ્યુટી પર હતા.

તેઓ પાસે હોટલનું પેમેન્ટ ટર્મિનલ મશીન અને ઉપરાંત પોતાનું ગેરકાયદે મશીન પણ હતું. બાદમાં તપાસ કરી તો જે ગ્રાહકો ચેક આઉટ કરતા હતા તેમના કાર્ડ લઈને દિગ્વિજયસિંહએ પહેલા પોતાનું ગેરકાયદે મશીન હતું તેમાં કાર્ડ સ્વાઈપ કરી ૪૦ હજારથી વધુની રકમ મેળવી લીધી અને બાદમાં હોટલના મશીનમાં કાર્ડ નાખી ચેડા કર્યા હતા.

આ અંગે હોટલના સત્ત્।ાધીસે સાયબર ક્રાઇમમાં અરજી આપતા પોલીસે દિગ્વિજયસિંહ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(3:21 pm IST)