Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

કાલથી અમદાવાદથી ઓમાનના મસ્કટ માટે સ્પાઇસ જેટની ચાર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ

58 ડોમેસ્ટિક ફ્લાઇટ અને ચાર આંતરરાષ્ટ્રીય સેવાઓ સહિત 62 નવી ફ્લાઇટ શરૂ

નવી દિલ્હી: સ્પાઇસ જેટે દિલ્હી અને અમદાવાદથી મસ્કટ સુધીની ચાર આંતરરાષ્ટ્રીય સેવાઓ સહિત 62 નવી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. ઓમાન સાથેના કરાર મુજબ ગુરુવારથી મસ્કટની ફ્લાઇટ્સ શરૂ થશે.

 સ્પાઇસ જેટે આ અંગે જણાવ્યું કે, 58 ડોમેસ્ટિક ફ્લાઇટમાં દિલ્હી-કંડલા-દિલ્હી, અમદાવાદ-ગોવા-અમદાવાદ, ગોવા-હૈદરાબાદ-ગોવા, મુંબઇ-ગુવાહાટી-મુંબઇ, અમદાવાદ-કોલકાતા-અમદાવાદ, દિલ્હી-દુર્ગાપુર-દિલ્હી, હૈદરાબાદ-મુંબઇ-હૈદરાબાદ, કોચી-કોલકાતા-કોચી, પુણે-ચેન્નાઇ-પુણે, મદુરાઇ-દિલ્હી-મદુરાઇ અને મંગલુરુ-દિલ્હી-મંગલુરુની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.

કંપનીએ કહ્યું કે આ ફ્લાઇટ્સનું સંચાલન બોઇંગ 737 અને બોમ્બાર્ડિયર ક્યૂ 400 વિમાન દ્વારા કરવામાં આવશે. સ્પાઈસ જેટના ચીફ કમર્શિયલ ઓફિસર શિલ્પા ભાટિયાએ કહ્યું કે, "કેમ કે આપણે ધીરે ધીરે સામાન્ય સ્થિતિ તરફ પાછા ફરી રહ્યા છીએ અને માગમાં સતત સુધારો થઈ રહ્યો છે, અમે અમારા ઘરેલું અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક પર 62 નવી ફ્લાઇટ્સ શરૂ કરીને ખુશ છીએ."

(11:44 am IST)