Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

હાર્દિક પટેલ કાલથી વિધાનસભા પેટા ચૂંટણીનાં મત વિસ્તારોના ઝંઝાવાતી પ્રવાસે

રાજકોટ તા. ર૧: ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીનો પ્રચાર-પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.

ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ કાલથી સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતની પેટા ચૂંટણીના મતવિસ્તારોના ઝંઝાવાતી પ્રવાસે આવી રહ્યા છે.

જેમાં કાલે તા. રર ને ગુરૂવારે કચ્છ-અબડાસા, તા. ર૩ ને શુક્રવારે મોરબી તા. ર૪ ને શનિવારે લીંબડી, તા. રપ ને રવિવારે ધારી, તા. ર૭ ને મંગળવારે ડાંગ અને તા. ર૮ ને બુધવારે કપરાડા બેઠક માટે ચૂંટણી પ્રચાર કરશે.

(11:20 am IST)