Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

છોટાઉદેપુરના ખોસ ગામે જંગલમાં ઇનફાઇટમાં દીપડાનું મોત

માલુ બીટના તેજગઢ રેંજ છોટાઉદેપુર જંગલમાં મહુડાનાં ઝાડ ઉપરથી ઈનફાઈટમા નીચે પડી જતા દીપડાનુ મૃત્યુ

છોટાઉદેપુર તાલુકાના ખોસ ગામે માલુ બીટના તેજગઢ રેંજ છોટાઉદેપુર જંગલમાં હટીયાભાઈ ખાપરભાઈ રાઠવા ના એફ.આર.એ ના ખેતર મા આવેલ  મહુડાના ઝાડ ઉપરથી ઈનફાઈટ મા નીચે  પડી  જતા ૧નર દીપડાનુ  મૃત્યુ થયેલ છે.મરનાર દીપડાની ઉંમર અંદાજે ઉંમર 4.6 ( સાડા ચાર વર્ષ) ની હોવાનું વન વિભાગના આર. એફ. ઓ. નું અનુમાન છે તેઓ એ સ્થળ ઉપર પહોંચી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી  છે.  જ્યારે ઇનફાઇટ મા દીપડાનુ  મોત થતા પોસ્ટ મોર્ટમ કરવાની તજવીજ પણ વનવિભાગે હાથ ધરી છે.

(9:45 am IST)