Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ક્રિકેટ રસિકો આનંદો: ઇંગ્લેન્ડ સામેની ડે-નાઇટ ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાશે

BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીની જાહેરાત: પ્રથમ ટેસ્ટ મેચ મોટેરા સ્ટેડિયમમાં રમાશે

અમદાવાદ : ક્રિકેટ રસિકો માટે મોટા સમાચાર આવ્યા છે. કોરોના સંકટ વચ્ચે આગામી વર્ષના જાન્યુઆરી,ફ્રેબ્રુઆરી મહિનામાં ઇંગ્લેન્ડ સામેની ડે-નાઇટ ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાશે.

BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ ખુદ આ જાહેરાત કરી હતી. ઇંગ્લેન્ડની ટીમ આગામી વર્ષની શરૂઆતમાં 5 ટેસ્ટ અને વન-ડે મેચોની શ્રેણી માટે ભારતના પ્રવાસે આવશે. બંને ટીમ વચ્ચે અમદાવાદમાં ડે-નાઇટ (પિન્ક બૉલ) ટેસ્ટ રમાશે.

કોરોના મહામારીને કારણે આ શ્રેણી બીજા કોઇ દેશમાં રમાડવાની વાત થઇ રહી હતી. જોકે, બીસીસીઆઇ શ્રેણી ભારતમાં જ રમાડવાના શક્ય તમામ પ્રયાસો કરી રહ્યું છે. ગાંગુલીએ કહ્યું કે અમે હાલ કેટલાક પ્લાન બનાવ્યા છે પણ કોઇ પ્લાન અંગે અંતિમ નિર્ણય નથી થયો. ત્યારે હવે આગામી સમયગાળામાં પ્રથમ ટેસ્ટ મેચ મોટેરા સ્ટેડિયમમાં રમાશે.

(8:58 am IST)