Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

નર્મદા Gvk emri 108 એમ્બ્યુલસના ઈ.એમ.ટી દ્વારા એમ્બુલન્સ માં સફળ પ્રસુતિ કરાવાઈ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા ના દેડીયાપાડા તાલુકાના સાકવા ગામના હંસાબેન એસ વસાવાને પ્રસુતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સ પર કોલ કર્યો હતો અને કોલ સેન્ટરથી દેડિયાપાડા 108 એમ્બુઅલન્સ પર કોલ ડાઇવર્ટ થતા જ પાયલોટ રસિકભાઈ વસાવા અને ઈ.એમ.ટી વર્ષા બેન તડવી એમ્બ્યુલન્સ લઇ તરતજ સાકવા ગામ જવા રવાના થયાં,  સાકવા ગામ માં દર્દીના ઘરે પહોંચી ઈ.એમ.ટી વર્ષાબેન તડવી એ દર્દીને ચેક કરી 108 માં ખસેડયા ત્યાર બાદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડેડીયાપાડા જવા રવાના થયાં જ્યાં રસ્તામાં ઈ એમ ટી વર્ષાબેને  દર્દીને ફરી ચેક કરતા તેમને લાગ્યું કે પ્રસુતિનો સમય આવી ગયો છે માટે તેમણે એમ્બ્યુલન્સ રોડની સાઈડમાં ઉભી રખાવી પ્રસુતિ કરાવવા માટે ની 108 એમ્બ્યુલન્સની ડિલિવરી કીટ કાઢી આવનાર નવજાત બાળકની સલામતી માટે પગલાં લઈ બાળકના ગાળામાં નાળ વીંટળાયેલ હતી જે ઈ એમ ટી એ તેમની સૂઝબૂજ થી નાળ કાઢી તેમજ નાળ કાપી બાળકને સારવાર આપી ઈ એમ ટી એ વધુ સારવાર માટે કોલ સેન્ટર માં બેઠેલા ફિજિશિયન ડો.રામાણી ની સલાહ મુજબ સારવાર કરી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડેડીયાપાડા ખાતે માતા અને બાળક ને દાખલ કરાયા જ્યાં બંને સ્વસ્થ છે.દર્દી ના સગાઓએ 108 એમ્બ્યુલ ની સેવા ને બિરદાવી તેમજ 108 એમ્બ્યુલન્સ ટીમનો આભાર વ્યક્તિ કર્યો હતો.

(10:14 pm IST)