Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

દેડીયાપાડા ચાર રસ્તા પાસેથી પોલીસે ઘાતકી રીતે 15 ભેંસો ભરી જતી ટ્રક ઝડપી કાયદેસર કાર્યવાહી કરી

દેડીયાપાડા પોલીસ સતત 3 દિવસ થી ઘાતકી રીતે પશુઓ ભરી જતા વાહનોને પકડી લાલ આંખ કરે છે જેથી ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતી ટોળકીમાં ફફડાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા ચાર રસ્તા પાસેથી ગત મોડી રાત્રે દેડીયાપાડા પોલીસે વાહન ચેકીંગ વખતે નદીમભાઈ ઉર્ફ તસ્લીમ ગફાર ભાઈ મણીયાર( રહે.સેલંબા તા.દેડીયાપાહા જી.નર્મદા) એ પોતાની માલિકીની ટ્રક નંબર GJ - 12 - Y - 8928 માં ૧૫ ભેસ ભરી ટ્રકમાં ઘાસ ચારા અને પાણીની સગવડ નહીં રાખી પશુઓને દોરડા વડે ચુસ્ત બાંધી હવા ઉજાસ ન મળે તે રીતે તાડપત્રી બાંધી ટ્રક ચાલક બીસ્મિલ્લાખાન વાહીદખાન પઠાણ રહે સેલંબાએ ટ્રકની પશુઓની હેરફેરની આર.ટી.ઓ. ની પાસ પરમીટ વગર ભેંસો ભરી પકડાઈ જતા પોલીસે ટ્રક કિમત રૂપીયા 5 લાખ તેમજ ભેંસ નંગ -૧૫ કિમત રૂપીયા 3 લાખ મળી કુલ રૂ.8 લાખના મુદામાલ સાથે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:04 pm IST)