Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

પ્રેમિકાને માર મારતાં તેની મોટીબેને પ્રેમીને લાફા અને પટ્ટાથી ઝૂડી નાખ્યો : નવસારીના જ્યુબિલી ગાર્ડનનો વિડિઓ વાયરલ

મારી બહેન પર હાથ કેમ ઉપાડ્યો કહીને તમાચા અને બાદમાં પટ્ટા વડે માર મારે છે.

 

નવસારીના જ્યુબિલી ગાર્ડનમાં એક યુવકને યુવતિએ જાહેરમાં માર માર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. કથિત રીતે પ્રેમિકાને માર મરાતા તેની મોટી બહેને પ્રેમીને જાહેરમાં તમાચા અને પટ્ટાવડે માર મારી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે.

  વીડિયોમાં વિજલપોર નગર પાલિકાના નગરસેવકના નામનો ઉલ્લેખ થતો હોય પોલીસમાં ફરિયાદ નોંધાય તેવી શક્યતા સુત્રો દ્વારા સેવવામાં આવી રહી છે.માર મારનારી યુવતી વીડિયોમાં યુવકને મારતા મારતાં બોલે છે કે, તારા કારણે મારી બહેનને આંખનું ઓપરેશન કરાવવું પડશે તેનો ખર્ચ કોણ આપશે અને પીડા પણ ભોગવવી પડી છે. મારી બહેન પર હાથ કેમ ઉપાડ્યો કહીને શરૂઆતમાં તમાચા અને બાદમાં પટ્ટા વડે માર મારે છે. માર મારનાર સાથે એક યુવતી પણ આવી હોય છે જે સમગ્ર ઘટનાને મોબાઈલમાં શૂટ કરતી હોય તેમ વીડિયોના સંવાદો પરથી જાણવા મળે છે.

  જાહેરમાં યુવકને માર મારવામાં આવતાં યુવકની સાથે લોકો પણ વચ્ચે પડે છે જો કે યુવતી કોઈને પણ વચ્ચે પડવા જણાવે છે. ખબરદાર જો કોઈ વચ્ચે પડ્યાં તો કહેતી યુવતીએ માર માર્યા બાદ તમામને સ્થાનિકો ગાર્ડનની બહાર જઈને બબાલ કરવા કહેતાં મામલો થાળે પડ્યો હતો.

(11:47 pm IST)