Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

બૂખારાના ગર્વનર સાથે મુખ્યમંત્રીની ફળદાયી બેઠક: સ્માર્ટ સિટીઝ ,આઇ.ટી, ટેક્ષટાઇલ અને ફાર્મા જેવા ક્ષેત્રોમાં પરસ્પર સહયોગની તકો અંગે પરામર્શ

બૂખારાના ગર્વનરને ગુજરાત મૂલાકાતનું નિમંત્રણ પાઠવતા વિજયભાઇ રૂપાણી

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાનમાં પ્રવાસના તેમના ત્રીજા દિવસનો પ્રારંભ સમરકંદથી બૂલેટ ટ્રેન મારફત બૂખારા પહોચીને કર્યો હતો. 

મુખ્યમંત્રીએ બુખારાના ગર્વનર શ્રીયુત O’ktam barnoyev સાથે મૂલાકાત બેઠક યોજીને સ્માર્ટ સિટીઝ, ઇન્ફરમેશન ટેકનોલોજી અને આઇ.ટી. ઇનેબલ્ડ સર્વિસીઝ ઉપરાંત ટેક્ષટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ અને એગ્રો ફૂડ પ્રોસેસીંગ જેવા ક્ષેત્રોમાં ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે પરસ્પર સહયોગની તકો અંગે ચર્ચા વિચારણાઓ કરી હતી. 

મુખ્યમંત્રીએ બૂખારાના ગર્વનરશ્રીને ગુજરાતની મૂલાકાતે આવવાનું નિમંત્રણ પાઠવ્યું હતું. 

તેમણે ગુજરાતમાં આ બધા જ ક્ષેત્રોમાં રહેલી તકોની સમગ્ર ઇકોસિસ્ટમની સંભાવનાઓ સાથે યોગ્ય ભાગીદારો તલાશવામાં ગુજરાત મૂલાકાત ઉપયુકત બનશે એમ પણ બૂખારા ગર્વનરને જણાવ્યું હતું.  

 મુખ્યમંત્રીએ બુખારા ના ગવર્નર ને વડનગર ના પ્રાચીન તોરણ ની પ્રતિકૃતિ આ મુલાકાત ની સ્મૃતિ રૂપે અર્પણ કરી હતી.

(7:35 pm IST)