Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

થરાદ-સચોર હાઇવે ઉપર દુધવા ગામ પાસે ટ્રક-લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ૪ના મોત

બનાસકાંઠા :થરાદ-સાચોર હાઇવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દુધવા નજીક ટ્રક અને ખાનગી લકઝરી બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. તો કેટલાક લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત 12 લોકોને 108 દ્વારા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. એક ખાનગી લક્ઝરી બસ સુરતથી રાજસ્થાન તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં 6 બેઠકો પર પેટાચૂંટણી ચાલી રહી છે. જેમાં થરાદ બેઠક પણ સામેલ છે. એક તરફ થરાદમાં સવારથી જ મતદાનનો ધમધમાટ શરૂ થયો હતો, ત્યાં બીજી તરફ હાઈવે પાસે લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો.

(5:33 pm IST)