Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

મહેસાણાના દેવરાસર નજીક લગ્નના બહાને મહેસાણાના યુવક સાથે છેતરપિંડી આચરનાર શખ્સ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ

મહેસાણા: શહેરના દેવરાસર ગામના સોકળચંદ સથવારા પોતાના પુત્ર મેહુલના લગ્ન માટે કન્યા શોધી રહ્યાં હતા ત્યારે તેઓની મુલાકાત એક વ્યક્તિ સાથે થઈ હતી. જેણે આણંદ જિલ્લાના નાપાડ ગામે એક કન્યા હોવાનું જણાવ્યું હતું. જેને લઈ સોકળચંદે કન્યાના પરિવારજનો સાથે વાતચીત કરી મેહુલના લગ્નનું ગોઠવ્યું હતું. જેમાં કન્યાને દોઢ લાખ રૂપિયા રોકડા અને સોનાના ઘરેણાં આપવાની વાત થઈ હતી. જેને લઈ શનિવારે સવારે સોકળચંદ પોતાના પુત્ર મેહુલ અને અન્ય સંબંધીઓ સાથે નાપાડ ખાતે બીજા પ્રવેશદ્વારની બાજુમાં ખેતર વિસ્તારમાં ત્રણ ચાર ઘર હતા તે સરનામા પર આવ્યા હતા અને ત્યાં તેઓ કન્યાના પરિવારને મળ્યા હતા. જ્યાં કન્યાની માતા અને માસાએ જણાવ્યું હતું કે, આજે લગ્ન ખંભાત તાલુકાના રાલેજ ગામે આવેલ સિકોતર માતાના મંદિરમાં કરવામાં આવશે અને સોમવારે મહેસાણા કોર્ટમાં રજીસ્ટર કરાવી લઈશું.

(5:30 pm IST)