Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

નડિયાદમાં વિધવા સ્ત્રી સાથે મિત્રતા કેળવી પ્રેમીએ પ્રેમિકા સહીત પુત્રીને જીવલેણ હુમલો કરી ઇજા પહોંચાડતા અદાલતે 10 વર્ષની સજાની સુનવણી કરી

નડિયાદ: શહેરમાં રહેતી એક વિધવા સાથે પ્રણયના ફાગ ખેલ્યા બાદ બન્ને વચ્ચે આવેલી કડવાશને લઈને પ્રેમીકા અને તેની પુત્રી ઉપર જીવલેણ હુમલો કરનાર પ્રેમીને નડીઆદની કોર્ટે તકશીરવાર ઠેરવીને દશ વર્ષની શખ્ત કેદની સજા ફટકારી હતી.

મળતી માહિતી મુજબ નડિયાદ શહેરના પેટલાદ રોડ પર આવેલ શિવમ એપાર્ટમેન્ટમાં નિલમબેન પ્રવિણભાઇ ધોબી (.૪૩) તેમની બે દીકરીઓ સાથે રહે છે. નિલમબેનના પતિ પ્રવિણભાઇ રમણભાઈ ધોબીનું અવસાન થઇ ગયું હોવાથી તેઓ પોતાની બે દીકરીઓ સાથે રહેતા હતા. બનાવના થોડા સમય અગાઉ રાજસ્થાનના પવન બળદેવરાજભાઇ ઝામ્ભ (.૪૮) નામના ઇસમ સાથે તેમની મુલાકાત થઇ હતી. બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. જે બાદ પવન નિલમબેનના ઘરે રહેવા લાગ્યો હતો. થોડો સમય બધુ બરાબર ચાલ્યુ પરંતુ બે મહિના બાદ કોઇ બાબતે ઘર કંકાસ થતા સમગ્ર મામલો નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે પહોચ્યો હતો. અને ત્યારબાદ નિલમ અને પવન એક બીજાથી અલગ થઇ ગયા હતા. ઘટનાને બે મહિના જેટલો સમય વિત્યા બાદ તા.૨૫--૧૮ના રોજ બપોરના સમયે અચાકનક પવન નિલમબેનના ઘરે આવી પહોચ્યો હતો, અને ઘરમાં ટીવી જોઇ રહેલા નિલમબેનને તુ મારાથી છુટી કેમ પડી કહી તેની પર તિ- હથીયાર વડે હુમલો કરી દીધો હતો. હુમલો કરતા સમયે પવન એટલો તો ગુસ્સામાં હતો કે તેણે નિલમબેનને ગળા તેમજ પેટના ભાગે ઘા મારી દીધા હતા. જેનાથી લોહીલુહાણ નિલમબેન પોતાનો જીવ બચાવવા ઘરની બહાર રસ્તા પર દોડી ગયા હતા.

(5:28 pm IST)