Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

નડિયાદ રૂરલ પોલીસે આખલોડ-મિત્રાલ જવાના રોડ પર મલકાણાના કુવા પાસેથી છાપો મારીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો: 2ની ધરપકડ

નડિયાદ: રૂરલ પોલીસે આજે બપોરના સુમારે આખડોલથી મિત્રાલ જવાના રોડ ઉપર આવેલા મલકાણાના કૂવા પાસે છાપો મારીને વિદેશી દારૂની બોટલો કે જેની કિંમત હજાર રૂપિયા જેટલી થવા જાય છે તેની સાથે કમલેશભાઈ ઉર્ફે ભાણો ભગાભાઈ વાઘેલાને ઝડપી પાડ્યો હતો. જે અંગે પોલીસે પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વિદેશી દારૂ કોને પહોચાડવા માટે અને ક્યાથી લવાયો હતો, તે અંગે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. બીજા બનાવમાં ખેડા એલસીબી પોલીસે નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ શ્રેયસ ગરનાળા પાસેથી લુધિયાણા પંજાબના એક ઇસમને વિદેશી દારૂની ૨૪ બોટલ સાથે રવી દરિહાકુમાર વર્મા (રહે. ભાટપુર નગર તાજપુર રોડ, લુધિયાણા પંજાબ)ને ઝડપી પાડીને કુલ ૪૭૨૭૦નો મુદ્દામાલ કબજે કરીને તેના વિરૂદ્ઘ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

(5:27 pm IST)