Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

સુરતના કતારગામમાં યુવતીના નામે ફેક ફેસબુક આઈડી બનાવી અશ્લીલ પોસ્ટ ઉપલોડ કરનાર ભેજાબાજની સાયબર ક્રાઇમે શોધખોળ શરૂ કરી

સુરત:કતારગામ વિસ્તારની ડાયમંડ ફેકટરીની કોમ્પ્યુટર ઓપરેટર યુવતિના નામે ફેસબુક પર ફેક આઇડી બનાવી તેના પર અજ્ઞાાત મહિલાનો ફોટો પોસ્ટ કરવાની સાથે યુવતિનો મોબાઇલ નંબર લખી અશ્લિલ પોસ્ટ અપડેટ કરનાર ભેજાબાજની સાયબર ક્રાઇમ પોલીસે શોધખોળ શરૃ કરી છે.

વરાછા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતિ કતારગામની ડાયમંડ ફેકટરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. તા.12 ઓગષ્ટના રોજ અચાનક યુવતિના મોબાઇલ પર ફોન આવવા લાગ્યા હતા. જેમાં ફોન કરનાર દ્વારા અશ્લિલ વાતો કરવામાં આવી રહી હોવાથી યુવતિ ચોંકી ગઇ હતી અને તેણીએ ફોન કરનારને પુછયુ હતું કેતમને મોબાઇલ નંબર કયાંથી મળ્યો છે. જેના પ્રત્યુત્તરમાં ફોન કરનારે મોબાઇલ નંબર ફેસબુક પરથી મળ્યો હોવાનું જણાવ્યું હતું.

(5:25 pm IST)