Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

સુરતના વરાછામાં મહિલા સાથી રત્નકલાકારની સાથે શારીરિક અડપલાં કરનાર સાથી કર્મચારી સહીત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત:વરાછા વિસ્તારમાં સાથી મહિલા રત્ન કલાકારને તને મારી સાથે લઇ જઇશ એમ કહી અશ્લિલ ઇશારા કરનાર રત્ન કલાકાર સહિત ત્રણ વિરૃધ્ધ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે. જોકેપોલીસ તપાસમાં કંઇક અલગ સત્ય બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

વરાછા .કે. રોડ વિસ્તારમાં રહેતી યુવતી ગરિમા (નામ બદલ્યું છે)તેની બહેન રીચા (નામ બદલ્યું છે) અને તેમનો ભાઇ વરાછા હીરાનગર વિસ્તારના હીરાના કારખાનામાં નોકરી કરતા હતા. જયાં તેમનો પરિચય એક ઘંટી પર કામ કરતા ચિરાગ પરબત મોરવડીયા અને શૈલેષ નાનજી સિણીયા (રહે. મણીનગરઅશ્વની ગૌશાળા પાસેવરાછા) સાથે થયો હતો. દરમિયાન ગરિમાના લગ્ન હોવાથી તેઓ કારખાને નહીં જતા તેઓની નોકરી છુટી ગઇ હતી અને બંને બહેનો અન્ય કારખાનામાં નોકરીએ જોડાયા હતા. જયાં ચિરાગ અને શૈલેષ પણ રત્ન કલાકાર તરીકે નોકરીએ જોડાયા હતા. બંને વારંવાર ગરિમાને અશ્લિલ ઇશારા કરી હું તને ફરવા લઇ જઇશ એમ કહી છેડતી કરતા હતા. પરંતુ બદનામીના ડરથી ગરિમાએ મૌન સેવી લીધું હતું.

(5:24 pm IST)