Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

સુરતમાં ચોરીની બાઈક સાથે મકાનને નિશાન બનાવવા આવેલ ત્રણ રીઢા ચોરોને ઝડપ્યા: 4.45 લાખનો મુદામાલ જપ્ત

સુરત: શહેરમાં ચોરીની મોટરસાઇકલ પર રેકી કરી સ્લાઇડીંગ બારી હોય તેવા મકાનને નિશાન બનાવતા ત્રણ રીઢા ચોરને એસઓજી (સ્પેશીયલ ઓપરેશન ગૃપ) ઝડપી 7 ચોરી અને એક લૂંટના ગુનાનો ભેદ ઉકેલી 4.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

             એસઓજીને મળેલી બાતમીના આધારે પનાસ ગામ પ્રજ્ઞાાનગર નજીક એસએમસી આવાસના ગેટ નજીક પાસેથી ત્રણ રીઢા ચોર સોનુ ઉર્ફે જેક રાજુ પાડવી (.. 20 રહે. શીવદર્શન સોસાયટીપરવટ ગામ)સોનુ ઉર્ફે સોનુ બિહારી ઉર્ફે અજય રવિશંકર ઉપાધ્યાય (.. 20 હરિધામ સોસાયટીબમરોલી પુલ પાસેઉધના) અને રવિશંકર ઉર્ફે લંબુ ઉર્ફે પંકજ વિક્રમસીંગ કુર્મી પટેલ (.. 20 રહે. ભટાર ચાર રસ્તા ઓવર બ્રિજ નીચે) ને ઝડપી પાડી તેમની પાસેથી 4 નંગ મોબાઇલ ફોન, 3 લેપટોપ, 1 આઇપેડ, 1 કારની ચાવી, 2 બેગ, 3 મોટરસાઇકલ અને રોકડા રૂ.હજાર મળી કુલ રૂ.4.45લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(5:17 pm IST)