Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

સુરત: ક્રિકેટના સટ્ટામાં દેવું થઇ જતા કાપડના વેપારીએ ચોરીનો સહારો લીધો: કાનપુરથી મોબાઈલ સ્નેચિંગ કરતા પોલીસે રંગે હાથે દબોચ્યો

સુરત: શહેરમાં ક્રિકેટના સટ્ટામાં દેવુ થઇ જતાં કાપડનો વેપારી બંધ કરી છેક યુપી કાનપુરથી મોટરસાઇકલ લઇ મોબાઇલ સ્નેચીંગ કરવા સુરત આવનાર આંતર રાજય ગુનેગારને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી સુરત શહેરના 10 ઉપરાંત વડોદરા અને કાનપુરના મળી કુલ ૫૨ (બાવન) ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાંચને મળેલી બાતમીના આધારે મહિધરપુરા મોતી ટોકિઝ ત્રણ રસ્તા પાસેથી મોહમંદ વસીમ મોહમદ શફીક ખાન (.. 34 રહે. 101/14 કર્નલગંજકાનપુરયુપી)ને સોનાની ત્રણ ચેઇન કિંમત રૃ.1,36,899ની મત્તા અને પલ્સર મોટરસાઇકલ મળી કુલ રૃ.1.97 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે મોહમદ વસીમની હાથ ધરેલી પુછપરછમાં ત્રણેય ચેઇન ચોકબજાર અને અડાજણ વિસ્તારમાંથી સ્નેચીંગ કર્યાની કબુલાત કરી હતી. ઉપરાંત સુરત શહેરમાંથી 12, વડોદરામાંથી 5 અને કાનપુરમાંથી 35 મળી કુલ 52 ચેઇન સ્નેચીંગના ગુના કર્યાની પણ કબુલાત કરી હતી.

(5:16 pm IST)