Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ઉઝબેકિસ્તાનના ઉદ્યોગપતિઓને ગુજરાત આવવા વિજયભાઇનું આમંત્રણઃ ખેતી ક્ષેત્રે ચર્ચા

મુખ્યમંત્રીએ પ્રવાસના બીજા દિવસે ઉઝબેકિસ્તાનના બીઝનેસમેનો સાથે બિ ટુ બી બેઠક કરી : હાઇસ્પીડ બુલેટ ટ્રેનમાં તાશ્કંદથી સમરકંદ પહોંચ્યાઃ ચેમ્બર ઓફ કોર્મસના વડા સાથે ગુજરાતના ખેડુતો અંગે ચર્ચા

 અમદાવાદઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ઉઝબેકિસ્તાન પ્રવાસના બીજા દિવસે ત્યાંના  ઉદ્યોગપતિઓને મળ્યા હતા. તેમણે ઉઝબેકિસ્તાનના ઉદ્યોગપતિઓને ગુજરાત આવવા આમંત્રણ આપ્યું હતુ. વિજયભાઇએ હાઇસ્પીડ બુલેટ ટ્રેનમાં તાશ્કંદથી સમરકંદ પહોંચ્યા હતા. જયા તેમણે ગર્વનર અર્કિજન તુર્ડીમોવની હાજરીમાં ઉદ્યોગપતિઓ સાથે બિઝનેસ ટુ બીઝનેશ બેઠકો કરી  હતી.

આ દરમિયાન મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાનના સ્થાનીક વેપારીઓ ઉદ્યોગપતિઓને ગુજરાતી કંપનીઓ સાથે સહયોગ અને રોકાણ માટે  ગુજરાત આવવા આમંત્રીત કરેલ. તેમણે ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ઇરોમોવ સાથે ખેતી ક્ષેત્રમાં ગુજરાતના ખેડૂતો માટે ચર્ચા કરેલ.

સમરકંદમાં બપોર પછી શ્રી રૂપાણીએ સમરકંદ સ્ટેટ યુનિવસીર્ટીના ઇન્ડિયા સ્ટડી સેન્ટરની મુલાકાત કરેલ. આજે ત્રીજા દિવસે તેઓ બુખારા શહેરના ગર્વનર સાથે મુલાકાત કરનાર છે. સાથો -સાથ ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજીત બી ટુ બી બેઠકમાં પણ ભાગ લેશે. જયારે સાંજે હીસ્ટોરીક સેન્ટરમાં ટુરીઝમ પ્રોજેકટ, ટુરીઝમ ઝોન અને ટુરીઝમ ઇકો સિસ્ટમની કાર્યપ્રણાલી અંગે મુલાકાત કરનાર છે.

(4:07 pm IST)