Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

અરવલ્લીના માલપુરના પટેલીયાના મુવાડા ગામમાં બે કલાક સુધી મતદાનનો બહિષ્કાર

પ્રાથમિક સુવિધાઓના અભાવે મતદારોમાં રોષ: આખરે મામલો થાળે પડ્યો

અરવલ્લીના માલપુરના પટેલીયાના મુવાડા ગામે 2 કલાક સુધી મતદાન થયું ન હતું. રોડ-રસ્તા, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવે મતદારોમાં રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે આ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી છતાં વિકાસના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. ત્યારે આ અંગે અધિકારીઓ અને નેતાઓએ ગ્રામજનોને સમજાવતા અંત મતદાન શરૂ થયું હતું

(1:38 pm IST)
  • બપોરના 1 વાગ્યે હરિયાણામાં મતદાન 31.70 અને મહારાષ્ટ્રમાં 20.55 પહોંચ્યું: સરેરાશ મતદાન 22.36 ટકા: શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કર્યું મતદાન: હરિયાણાના મુખ્યમંત્રીએસાયકલ પર સવારી કરીને કર્યું મતદાન : સ્ટાર્સે મતદાન કરવાની સાથે સેલ્ફીનો પણ માણ્યો આનંદ access_time 1:30 pm IST

  • કેરળમાં ભારે વરસાદ : વિધાનસભા પેટાચૂંટણી માટેની 5 બેઠકો પૈકી તિરૂવનંતપુરમ તથા અર્નાકુલમ બેઠક ઉપર થોડા સમય માટે મતદાન સ્થગિત access_time 12:23 pm IST

  • ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાને હોસ્પિટલમાં દાખલ કરાયા : મંત્રી બાવળીયાને ડેન્ગ્યુની અસર : બાવળીયાને ગઈરાતથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું જાણવા મળે છે. access_time 3:42 pm IST