Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

બ્રીજ ઉપરથી યુવતીએ નદીમાં ઝંપલાવતા ગાર્ડ પણ બચાવવા પાણીમાં કુદ્યો, બંનેના મોત

યુવતી રાજસ્થાનથી અમદાવાદમાં બેન્કની પરીક્ષા આપવા આવી હતી : પાણીનો ફલો વધુ હોવાથી બંને મોતને ભેટ્યા

 અમદાવાદ : અમદાવાદ શહેરના સુભાષબ્રીજ પાસે સાબરમતી રિવરફ્રન્ટ ગાર્ડન તરફ એક યુવતી સાબરમતી નદીમાં પડતું મુકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ વખતે રિવરફ્રન્ટ પર હાજર સિકયુરિટી ગાર્ડ જોઈ જતા તેને બચાવવા માટે તે નદીમાં પડયો હતો. જો કે, બન્ને નદીમાં ડૂબવા લાગ્યા હતા. બીજી તરફ આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડની રેસ્કયૂ ટીમે કરતા તેઓ આવી તાડતોડ બન્ને જણાને બપચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પાણીનો ફલો વધુ હોવાથી તેઓ ડૂબી જવાથી મોતને ભેટયા હતા. યુવતીને નદીમાં કૂદતા જોઇને રિવરફ્રન્ટ સિકયુરિટી ગાર્ડ જોઅ જતાં તેને બચાવવા માટે ગાર્ડની નદીમાં કૂદયો હતો. જો કે, નદીમાં પાણી વધારે હોવાથી બંને ડૂબવા લાગ્યા હતા. ફાયરબ્રિગેડને જાણ થતા ઘટના સ્થળે ફાયરટીમ દોડી આવી હતી. ફાયરબ્રિગેડની ટીમે રેસ્કયુ કરી બંનેની લાશ બહાર કાઢી હતી. ઘટના સ્થળથી ૧૦૦ મીટર દૂર ફરીથી વોક વે પરથી એક અન્ય યુવતીએ નદીમાં ઝંપલાવ્યુ હતુ. જેને બચાવવા માટે અન્ય એક યુવક કૂદયો હતો.

જેને ફાયરની ટીમે રેસ્કયુ કરીને બચાવી લીધો હતો. યુવતી બેભાન થઇ જતા તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનથી અમદાવાદ ખાતે પ્રાઇવેટ સેકટરની બેન્કની પરિક્ષા આપવા આવી હતી. પરિક્ષા પૂર્ણ થયા બાદ યુવતીએ આપધાત કર્યો હોવાનું જાણવા મળ્યુ છે.

તેને બચાવવા માટે નદીમાં પડેલ સિકયુરિટી ગાર્ડ નિરજપાલ દુધેશ્વર વિસ્તારમાં રહે છે. તે પાંચ માસથી સિકયુરિટી ગાર્ડ તરીકે રિવરફ્રન્ટ પર ફરજ બજાવે છે.

(1:10 pm IST)