Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

નર્મદા ડેમના 23 દરવાજા બંધ કરાયા : ઉપરવાસથી પાણીની આવક થતી નથી

જળ સપાટી 138.16 મીટરે સ્થિર : 13 હજાર 422 મેગાવોટ વીજ ઉત્પાદન થયું

નર્મદા : નર્મદા ડેમના 23 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. હાલમા ઉપરવાસમાંથી પાણીની આવક ન થતા દરવાજા બંધ કરવામાં આવ્યા છે.ગત  9 ઓગસ્ટે નર્મદા ડેમના 23 દરવાજા સૌ પ્રથમવાર ખોલવામાં આવ્યા હતા. ત્યારે નર્મદા ડેમની જળ સપાટી ઐતિહાસિક સ્થિતિએ પહોંચી હતી. ડેમની હાલની જળ સપાટી 138.16 મીટરની છે..હાલમાં 13 હજાર 422 મેગાવોટ વીજ ઉત્પાદન થયું છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસ ખાતે એક હજાર 671 મેગાવોટનું વીજ ઉત્પાદન થયું છે

(8:43 am IST)