Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

ગુજરાતમાં સુવર્ણકાર સમાજ દ્વારા અનામતની માંગણી

અમદાવાદમાં સુવર્ણકાર વિચારમંચની મિટિંગમાં સોનીસમાજના આગેવાનો ઉમટયા ;ઓબીસીમાં સમાવવા બુલંગ માંગણી

અમદાવાદ :રાજ્યમાં પાટીદાર સમાજ બાદ સુવર્ણકારોએ પણ અનામતની માંગ ઉઠાવી છે પાટીદાર અનામતના કારણે ગુજરાત -દેશભરમાં હાર્દિક પટેલ જેવા યુવા નેતાનો ઉદય થયો ત્યારે પાટીદાર અનામત આંદોલન બાદ હવે સોનીસમાજમાં પણ અનામતની માગ ઉઠી છે અને યુવાનેતાઓમાં આ અંગે મંથન શરુ થયું છે

અમદાવાદમાં સુવર્ણકાર વિચાર મંચના નેજા હેઠળ મોટી સંખ્યામાં સોની સમાજના આગેવાનો ઉમટયા હતા અને સોની સમાજના વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરાઈ હતી આ મિટિંગમાં સોની અનામતની માંગ કરી છે,ગુજરાત સોની સમાજનો ઓબીસીમાં સમાવેશ કરવાની માંગ કરવામાં આવી છે

   સોની સમાજના કનડતાં મુદ્દા,ચોરીના કેસોમાં સોનીઓ પર ખોટા કેસો ,સહિતના મામલે અમદાવાદમાં સોની સમાજની બેઠક યોજાઈ હતી

  સુવર્ણકાર વિચાર મંચ દ્વારા આયોજિત આ બેઠકમાં અનામત મુદ્દે ખાસ ચર્ચા થઈ હતી. જેમાં એવી દલીલો રજુ કરાઈ હતી કે દેશના કેટલાક રાજ્યોમાં સુવર્ણકાર સમાજને અનામતનો લાભ આપવામા આવે છે. પરંતુ ગુજરાતના સોની સમાજને આ લાભ મળતો નથી..તેથી સીએમને પરિપત્ર આપીને પણ અનામતને લઈને રજૂઆત કરવાનું નક્કી થયુ છે.

(9:52 pm IST)