Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

વાપીના ગીતાનગર પોલીસચોકીનો કોન્સ્ટેબલ 12 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

દારૂના ગુન્હામાં વોન્ટેડ મહિલાના ઘેર જઈને હાજર થવા વાતચીત કરીને એક લાખની લાંચ માંગી હતી

વાપી :શહેરમાં ગીતાનગર પોલીસ ચોકીનો પોલીસ કોન્સ્ટેબલ દારૂના કેસમાં 12 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો. વાપી ટાઉન પોલીસ મથકના PSI એ.આર.ગામીતે દારૂના ગુનામાં વોન્ટેડ મહિલા આરોપીની તપાસ કરી રહ્યા હતા.

 ત્યારે મહિલાના ઘરે જઇ ગુનામાં હાજર થવા બાબતે વાતચીત કરી 1 લાખની લાંચ માંગી હતી.10 હજાર રૂબરૂ લઇ અને બીજા 10 હજાર બીજા દિવસે પોલીસ ચોકીએ આપી જવાનો વાયદો કર્યો હતો.

 આ મામલે ACB સમક્ષ ફરિયાદીએ ફરિયાદ કરી છટકું ગોઠવ્યું હતું. જેમાં ગીતાનગર પોલીસ ચોકીનો કોન્સ્ટેબલ રાજુ સોન્યા કામડી PSI ગામીત વતી 10 હજાર અને આ સિવાયના બીજા 2 હજાર રૂપિયા સ્વીકારતા ઝડપાઇ ગયો હતો.

(8:59 pm IST)