Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

અંકલેશ્વરનાં સંજાલી ગામે ખેતરમાં અજાણ્‍યા યુવાનની અર્ધ નગ્ન હાલત લાશ મળી : પોલીસે મૃતદેહનો કબજો લઈ ઓળખ માટે તપાસ આરંભી

અંકલેશ્વર  : અંકલેશ્વરનાં સંજાલી ગામે ખેતરમાં એક અજાણ્યા યુવકનો હત્યા કરાયેલો અર્ધનગ્ર હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ થતાં તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ તેની ઓળખનાં ચક્રો ગતિમાન કર્યા છે.

અંકલેશ્વર તાલુકામાં આવેલા સંજાલી ગામે એક ખેતરમાં કોઈ અજાણ્યા યુવાનનો હત્યા કરાયેલો મૃતદેહ પડેલો હતો. જેની જાણ સ્થાનિકોને થતાં તાલુકા પોલીસને આ બાબતની જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી તો ત્યાં યુવકનો અર્ધ નગ્ન હાલતમાં હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો હતો. પોલીસે સ્થળ ઉપર પંચનામું કરી મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે મોકલી આપ્યો હતો. તો બીજી તરફ આ યુવાન કોણ છે તેની ઓળખ મેળવવા તથા પરિવારજનોની ભાળ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

(3:35 pm IST)