Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

અંકલેશ્વરઃ જુના કાંશીયા ગામની સીમમાંથી 11 ફૂટ લાંબો અજગર મળી આવ્યો: જીવદયા પ્રેમીઓની ટીમે પકડી લીધો

 

જીવદયા પ્રેમીઓની ટીમે સ્થળ ઉપર પહોંચી તેને પકડીને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી

અંકલેશ્વર તાલુકાના જુના કાંશીયા ગામની સીમમાંથી અંદાજે 11 ફૂટ લાંબો અજગર મળી આવ્યો હતો. જેની જાણ સ્થાનિક લોકોએ જીવદયાપ્રેમીઓે કરતાં તેઓ સ્થળ ઉપર દોડી ગયા હતા. બાદમાં આ મહાકાય અજગરને જીવદયા પ્રેમીની ટીમે પકડી લીધો હતો. બાદમાં તેને સલામત સ્થળે છોડી મુકવાની તજવીજ હાથ ધરી હતી.

(3:34 pm IST)