Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નિદર્શન માટે ખાસ પ્રકારની 150 લોકોની ક્ષમતા વાળી બોટ મૂકવામાં આવશે: અેજન્‍સીઓને પેકેટ ટુર માટે કહેવાશે

 

અમદાવાદઆગામી 31 ઓક્ટોબરના રોજ જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થવાનું છે. બાદમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ અહીં મુલાકાતે આવશે. યુનિટીના લોકાર્પણ બાદ પ્રતિદિન 15,000 પ્રવાસીઓ મુલાકાતે આવશે તેવો અંદાજ છે. ત્યારે આ પ્રવાસીઓ માટે ખાસ સરકાર દ્વારા બે ત્રણ એજન્સીઓને હાયર કરી જેમને પેકેજ ટુર બનાવવા માટે આમંત્રણ આપી દેવાયું છે. જેઓ હાલ તમામ પ્રકારનું પ્લાનિંગ કરી રહ્યા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નિદર્શન માટે ખાસ 150 વ્યક્તિ બેસી શકે તેવી બોટ મુકવામાં આવશે. જેનું ભાડું 300 થી 500 રૂપિયા સુધીની ટિકિટ રાખવામાં આવશે. આ સાથે જો કેપ્સ્યુલ બોટમાંથી જવું હોય તો પ્રત્યેક વ્યક્તિની 50 થી 100 રૂપિયા ટીકીટ લેવી પડશે. આ સાથે ગરુડેશ્વર ખાતે બની રહેલા વિયર કમ કોઝવેથી 12 કિમીનું સરોવર બનાવાશે. જેમાં બોટિંગથી લઇ નર્મદા ઘાટ તૈયાર કરાશે. જ્યાં પૂજા સાથે નર્મદા મહા આરતી કરવામાં આવશે.

બહાર તળાવ નંબર- 3 પાસે બોટિંગની સુવિધા ઉભી કરવામાં આવશે. જેમાં પણ વ્યક્તિ દીઠ 200 રૂપિયા ટિકિટ રહેશે. સરદાર સરોવર પાછળ પણ એક ક્રુઝ દ્વારા 50 થી 60 કિલોમીટરનો એક રાઉન્ડ લગભગ 5 થી 6 કલાકનો ગોવાની જેમ લાગશે. જેમાં જમવાની સુવિધા પણ આપવામાં આવશે. જેની પણથી વધુની ટિકિટ હશે. ત્યારે આ તમામ પ્રકારની બોટિંગ વ્યવસ્થા પણ 31 ઓક્ટોમ્બર પહેલાં શરૂ કરી દેવામાં આવશે.

(3:33 pm IST)