Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

કોંગ્રેસ દ્વારા મોંઘવારીના રાક્ષસનું દહન

કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ, અમ્યુકો વિપક્ષના પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષી, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા સહિતના આગેવાનો જોડાયા

અમદાવાદ: દેશભરમાં દિવસેને દિવસે મોંઘવારી દિવસે નહીં એટલી રાત્રે વધી રહી છે અને પ્રજા તેના નીચે દબાવા લાગી છે. જેને પગલે આજે શહેર કોંગ્રેસે મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના વધલે ભાવો અને ખેડૂતોની દયનીય સ્થિતિને વાચા આપવા ભાજપે ઉભી કરેલી મોંઘવારીરૂપી રાવણનું દહન કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ, અમ્યુકો વિપક્ષના પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષી, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા સહિતના આગેવાનો વિરોધ પ્રદર્શનમાં જાડાયા હતા.

તો, કોંગ્રેસના સેંકડો કાર્યકરોએ જારદાર સૂત્રોચ્ચા અને ભાજપ સરકાર સામે નારાઓ લગાવી વાતાવરણ ગજવી મૂક્યું હતું. અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં આજે કોંગ્રેસે મોંઘવારીના અસહ્ય ત્રાસના કારણે હાલાકી ભોગવી રહેલા લોકો માટે ભાજપ જવાબદાર હોવાના બેનરો અને ભાજપે ઉભી કરેલી મોંઘવારીના પ્રતિકાત્મક રાક્ષસ સાથે રેલી કાઢી હતી. શહેરના રિલિફ રોડથી શરૂ થયેલી આ રેલીમાં ઉંટલારી પર મોંઘવારી રૂપી રાક્ષસનું પ્રતિકાત્મક પુતળું મૂકવામાં આવ્યું હતું, જેના પર ભાજપરૂપી મોંઘવારીના કટાક્ષ કરતા બેનર લગાવવામાં આવ્યા હતા. આ સમગ્ર રેલીમાં અમદાવાદ કોંગ્રેસના શહેર પ્રમુખ શંશીકાત પટેલ, અમ્યુકો વિપક્ષના પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષી તેમજ ધારાસભ્ય ગ્યાસુદ્દીન અને ઈમરાન ખેડાવાળા હાજર રહ્યા હતા.

આ રેલી દાણાપીઠ પાસે અમ્યુકોની કચેરી પાસે પહોંચી હતી. ઉંટલારીમાં નીકળેલી આ રેલી કોર્પોરેશન પહોંચ્યા બાદ મોંઘવારીના રાક્ષસરૂપી રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને વિજયાદશમીનો મહોત્સવ મનાવી ભાજપ સરકારને આકરો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. કોંગ્રેસના આજના વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં કોંગ્રેસના સેંકડો કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર હાય..હાય..સહિતના જારદાર સૂત્રોચ્ચાર અને નારાઓ લગાવી વાતાવરણ ગજવી મૂકયું હતું. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને લઇ થોડી વાર માટે ટ્રાફક ચક્કાજામ થઇ ગયો હતો અને વાતાવરણ ઉગ્ર બની ગયુ હતું. દરમ્યાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, સામાન્ય જનતા પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સહિત મોંઘવારીના માર વચ્ચે પીસાઇ રહી છે તેમ છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી. આ મોંઘવારી ભાજપ સરકાર દ્વારા ઉભી કરાયેલી છે અને તેના ખપ્પરમાં નિર્દોેષ પ્રજા હોમાઇ રહી છે. ભાજપ સત્તાના નશામાં ગુજરાતની પ્રજાને ભોગ બનાવી રહી છે પરંતુ ગુજરાતની શાણી જનતા આગામી દિવસોમાં તેનો જવાબ ભાજપ સરકારને આપશે તે નક્કી છે.

(12:29 pm IST)
  • ભાવનગરના નગરસેવીકાના પુત્ર પર જીવલેણ હુમલો:કોંગ્રેસના કરચલિયા પરા વોર્ડના ગવુબેન ચૌહાણના પુત્ર પર હુમલો: નગરસેવીકાનો પુત્ર બિપિન ચૌહાણના સાસરે કોળિયાક ગામે બન્યો બનાવ:માતાજીના નિવેદમાં ગયેલા બિપિન પર ત્રણ શખ્સનો હુમલો:પડખામાં અજણયા ત્રણ શખ્સોએ મારી છરી:બીપીનને ગંભીર હાલતે ભાવનગરમાં ઓપરેશન કરાયું access_time 9:47 pm IST

  • અમદાવાદ:MLA ગુજરાત લખેલી કારચાલકની દાદાગીરી:ડો.મિતાલી વસાવડાને બોલ્યા અપશબ્દો:ડો.મિતાલી શેલ્બી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે :MLA ગુજરાત લખેલી કારનાં ચાલકે બોલ્યા અપશબ્દો:પ્રજાના સેવકનાં કારચાલકનું ડોક્ટર સાથે અસભ્ય વર્તન: મહિલા ડોક્ટરે સોલા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ access_time 10:03 pm IST

  • અમદાવાદ :શિક્ષણ બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહ,વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર :માર્ચ 2019ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરાશે,:22 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે:સંસ્કૃત માધ્યમ,જેલના કેદીઓએ ઓફલાઇન ફોર્મ ભરવાનું રહેશે. access_time 7:38 pm IST