Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

નાના રાયપરા ગામમાં નજીવી બાબતે માર મારી ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા નાના રાયપરા ગામમાં રસ્તા પરથી ખસી જવાનું કહેતા માર મારી ધમકી આપનાર વિરુદ્ધ ફરીયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર રાજેશભાઈ શીવાભાઈ વસાવા (રહે.નાનારાયપુરા)  એ આપેલી ફરીયાદ મુજબ તેઓ તારીખ 19 સપ્ટેમ્બર એ પોતાની નોકરી પતાવી પોતાના ગામ નાના રાયપરા જવા નીકળેલા તે સમયે રાતના આઠેક વાગ્યાના સુમારે પોતાના ગામ ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળા પાસે આવતા ભુરીયા પરાગભાઈ વસાવાનાઓ રસ્તા પર ઉભા હતા જેથી તેને સાઈડમાં ખસી જવાનુ  કહેતા તેઓ એક્દમ ઉશ્કેરાઈ જઈ ગમેતેમ મા બેન સમાણી ગાળો બોલી તેના હાથમાંની કોઈ વસ્તુ વડે રાજેશભાઇ ને માથાના પાછળના ભાગે મારે દઇ,જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા રાજપીપળા પોલીસે ભુરિયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:28 pm IST)