Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ડેડીયાપાડાના તત્કાલિન તાલુકા વિકાસ અધિકારીને પંચાયત વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરાયા

ડેડીયાપાડાના તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી અને હાલમાં ઉપલેટા તાલુકામાં ફરજ બજાવતા ગોવિંદભાઇ નાયકાને પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા દ્વારા તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.  

ડેડીયાપાડાના તત્કાલિન તાલુકા વિકાસ અધિકારી અને હાલમાં ઉપલેટા તાલુકાના વિકાસ અધિકારી દ્વારા સરકારની વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિજાતિ ઉમેદવારોને ગુજરાત જાહેર સેવા આયોગ વર્ગ-૧ અને વર્ગ-૨ની પ્રાથમિક પરીક્ષાની તાલીમ આપવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો ચાલુ કરવા માટે સરકારના નિયમો મુજબ ટેન્ડરીંગ પ્રક્રિયા /ઇ ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધર્યા વગર શ્રીજી કેળવણી મંડળ, અમદાવાદને રૂા.૧૫,૨૫,૪૦૦/-નું એક જ દિવસે ચૂકવણું કરી સંબંધિત મંડળીના મેળાપીપણામાં નાણાકીય ગેરરીતિ આચરી સરકારને આર્થિક નુકસાન કરવા બદલ તાત્કાલિક અસરથી ગોવિંદભાઇ નાયકા, તાલુકા વિકાસ અધિકારી, ઉપલેટા, જિ.રાજકોટને રાજ્યના પંચાયત વિભાગ દ્વારા ફરજ મોકૂફી હેઠળ મુકવામાં આવ્યા છે

 

(7:09 pm IST)