Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

સુરતના ડિંડોલી વિસ્તારમાં અધૂરા માસે બાળકને જન્મ આપી માતા બાળકને હોસ્પિટલના વોર્ડમાં છોડી ભાગી જતા અરેરાટી મચી જવા પામી

સુરત: શહેરનાડિંડોલી વિસ્તારમાં રહેતી મહિલાએ આશરે 18 દિવસ પહેલા નવી સિવિલ હોસ્પિટલમા એક અધૂરા માસના બાળકને જન્મ આપ્યો હતો. બાદ માતા પોતાના બાળકને વોર્ડમાં તરછોડી ભાગી ગઈ હતી. જોકે બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું

નવી સિવિલ અને પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ ડિંડોલી ખાતે નવાગામ રહેતી 19 વર્ષીય પૂજા પ્રમોદ કેવટને ગત તારીખ ચોથી પ્રસુતિ પીડા ઉપાડતા સારવાર માટે નવી હોસ્પ્ટિલમાં ખસેડાઇ હતી. ત્યાં તેની અધૂરા માસે અને ઓછું વજન ધરાવતા બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ નવજાત બાળક હાલત ગંભીર હોવાથી એન.આઇ.સી.યુ શિફ્ટ કરવામાં આવ્યો હતો. જયારે માતા પૂજા કેવટને અન્ય વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. દરમિયાન ગત 7 મીએ પૂજા કેવટ કોઈને જાણ કર્યા વગર અને પોતાના બાળકને વોર્ડમાં છોડીને ભાગી ગઈ હતી. અંગે જયારે હોસ્પિટલના સ્ટાફને ખબર પડી ત્યારે ખટોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસે પૂજા કેવટ વિરુદ્ધ ગુનો નોંધી તેની તપાસ શરૂ કરી હતી. વોર્ડમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. અંગેબાળકને ત્યજી દેનાર મહિલા વિરુદ્ધ ખટોદરા પોલીસ મથક ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસે કહ્યું હતું કે પૂજા કેવટે ડીંડોલીનું જે એડ્રેસ લખાવ્યું હતું ત્યાં જઈને ડી-સ્ટાફની ટીમે તપાસ કરી હતી જોકે એડ્રેસ ખોટું હોવાનું જાણવા મળ્યું તેમજ તે એડ્રેસ ઉપર કોઈ મળ્યું નહીં,તેમજ કેવટ સમાજને મળીને પણ મહિલાના નામ અને તેના વિષે પુછપરછ કરવાં આવી છે, પરંતુ સમાજના લોકોએ પણ તેના બારામાં કોઈ માહિતી નહીં હોવાંનુ જણાવ્યું હતું, આગળ હવે સીસી ટીવી ફૂટેજનાઆધારે તપાસ ચાલી રહી છે,મહિલાની અટક કર્યા બાદ સ્પષ્ટ થશે કે બાળકને તરછોડી જવા પાછળનું હેતુ શૂ હતું. જે તપાસ દરમિયાન સ્પષ્ટ થશે.

(5:25 pm IST)