Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

શામળાજીમાં ભાદરવી પૂનમના દિવસે કાળીયા ઠાકોરના દર્શન કરવા હજારો ભક્તો ઉમટ્યા

મોડાસા: અરવલ્લીના સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભાદરવી પૂનમને લઈ કાળીયા ઠાકોરના દર્શન કરવા માટે હજારો ભક્તો ઉમટયા હતા. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તો આવી પહોંચ્યા હતા. જય શામળીયાના નાદથી પરિસર ગાંજી ઉઠયું હતું. ભગવાન શામળીયાને ખાસ વાઘા પરિધાન કરી સોનાવેશનો શણગાર કરાયો હતો. દૂર દૂરથી આવેલ ભક્તોએ શામળીયાના દર્શન કરી ધન્ય બન્યા હતા.મંદિર ટ્રસ્ટ તરફથી કોરોનાની ગાઈડ લાઈનનો અમલ કરાયો હતો. પ્રાચીન યાત્રાધામ શામળાજીમાં ભાદરવી પૂનમની ઉજવણી હર્ષોલ્લાસ પૂર્વક કરાઈ હતી. ત્યારે શામળાજી ખાતે ભાદરવી પૂનમના દર્શન કરવા ભક્તોમાં અનેરો ઉત્સાહ હોય છે. અરવલ્લી જિલ્લાના વિવિધ માર્ગો ઉપર ગત રાત્રે પગપાળા જતાં શ્રધ્ધાળુઓનો ઘસારો જોવા મળ્યો હતો.જેથી માર્ગો જય શામળીયાના નાદથી ગુંજી ઉઠયા હતા. જિલ્લાભરમાંથી શ્રધ્ધાળુઓ વહેલી સવારથી મંદિર પરિસરમાં ઉમટયા હતા. સરકારની ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરી દર્શન માટે લાંબી લાઈનો લાગી હતી. મંદિર પરિસર શામળીયા ભગવાનના જયઘોષથી ગુંજી ઉઠયું હતું. પૂનમને લઈ ભગવાનને ખાસ સોનાવેશનો શણગાર કરી સુશોભિત આભુષણો અને વાઘા પરિધાન કરાવ્યા હતા.

(5:20 pm IST)