Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

વડોદરાના આજવા સરોવર વિસ્તારમાં સવારે સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા સપાટીમાં વધારો

સવારે 9 વાગ્યા સુધી 207.95 ફૂટ હતી, ધોધમાર વરસાદ પડતા બપોરે 12 વાગ્યે સપાટી વધીને 208.10 ફૂટ થઇ ગઈ

વડોદરા વિસ્તારમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને વડોદરાને પાણી પૂરું પાડતા આજવા સરોવર વિસ્તારમાં સવારે સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા સપાટીમાં વધારો થવાની ઝડપ વધી છે.

આજે સવારે 9 વાગ્યા સુધી આજવાની સપાટી 207.95 ફૂટ હતી, પરંતુ ધોધમાર વરસાદના કારણે બપોરે 12 વાગ્યે સપાટી વધીને 208.10 ફૂટ થઇ ગઇ હતી. આજવા સરોવરના ઉપર વાસ હાલોલમાં સવારે 7થી 10 સુધીમાં 34 મિ.મી, પ્રતાપપુરામાં 42 મી.મી, ઘનસર વાવમાં 54 મી.મી વરસાદ નોંધાયો હતો. આજવામાં પાણી લાવતી ફીડર 2.90 ફૂટે ચાલુ હતી. વરસાદને લીધે આજવામાં સપાટીમાં હજી વધારો નોંધાશે. આજવામાં મોસમનો કુલ વરસાદ 575 મીમી થયો છે, જ્યારે પ્રતાપપુરામાં 708 મી.મી કુલ વરસાદ નોંધાયો છે. પ્રતાપપુરા સરોવરનું લેવલ હાલ ઝીરો છે.

(1:16 pm IST)