Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ગુજરાતમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દર્દીઓનો આંક સરકારી ચોપડા કરતા ત્રણ ગણો વધુ ?

કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દર્દીના પરિવારને ૪ લાખની સહાય મોરબીમાં કોંગ્રેસ પત્રકાર પરિષદ યોજી વળતર ચુકવવા માંગ કરી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૨૧: ગુજરાતમાં કોરોના મહામારીના સમયમાં કોરોનાને પગલે થયેલા મૃત્યુમાં નાગરિકોને ન્યાય મળે તે માટે ન્યાય યાત્રા શરુ કરવામાં આવી હતી જે અન્વયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌરાષ્ટ્ર કચ્છના પ્રવકતા નીધ્ત બારોટ મોરબી પધાર્યા હતા અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ સંબોધી માહિતી આપી હતી તેમજ મૃત્યુ પામેલા દર્દીના પરિવારને ૪ લાખની સહાય ચુકવવા માંગ કરી હતી.

કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા અન્વયે બે અઠવાડિયામાં ૨૨ હજાર કરતા વધુ પરિવારોની મુલાકાત લઈને કોરોનામાં સ્વજન ગુમાવનારને સાંત્વના પાઠવી હતી કોંગ્રેસ પક્ષે કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારજનો પાસે ફોર્મ ભરવા આપ્યા હોય જેમાં ૩૧,૮૫૦ ફોર્મ ભરીને પરત આવ્યા હોય જેથી ગુજરાત સરકારે કોરોનામાં મૃત્યુ પામેલ દર્દીનો આંક ૧૦,૦૮૧ સત્ત્।ાવાર રીતે દર્શાવ્યા છે જેનાથી ત્રણ ગણાથી વધુ મોતની માહિતી માત્ર ચાર અઠવાડિયામાં કોંગ્રેસ પક્ષને કોવીડ ૧૯ ન્યાય યાત્રામાં સામે આવી છે જેમાં રાજયના ચાર ઝોનમાં સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧,૨૦૮, ઉત્ત્।ર ઝોનમાં ૮૦૪૫, મધ્ય ઝોનમાં ૫૧૩૬ અને દક્ષીણ ઝોનમાં ૭૪૬૧ મળીને કુલ ૩૧,૮૫૦ પરિવારજનોએ કોરોનામાં તેમના સ્વજનો મૃત્યુ પામ્યા હોવાની માહિતીના ફોર્મ ભરી આપ્યા હતા.

ન્યાય યાત્રામાં કોંગ્રેસ પક્ષએ કોવીડથી મૃત્યુ પામેલ દર્દીના પરિવારને ૪ લાખનું વળતર, કોવીડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડીકલ અને હોસ્પિટલના ખર્ચના રકમની ચુકવણી, સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ, કોવીડથી મૃત્યુ પામેલ સરકારી કર્મચારીઓના સંતાન/પરિવારજનો પૈકી કાયમી નોકરીની માંગ કરી છે.

(1:04 pm IST)